સુરત મહાનગરપાલિકા દ્બારા પ૧ વર્ષથી આયોજીત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા ૦૬/૧૦/ર૦રપથી

સુરત: મહાનગરપાલિકા દ્વારા પ૧ વર્ષથી આયોજીત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં તા.૦૬/૧૦/ર૦રપ થી તા.૧૩/૧૦/ર૦રપ દરમ્યાન દરરોજ રાત્રે ૮.૩૦ કલાકથી(પ્રથમ અને અંતિમ નાટક રાત્રે ૮.૦૦ કલાકે શરૂ થશે) ૮(આઠ) નાટકો સરદાર પટેલ સ્મૃતિ ભવન, વરાછા, સુરતના તખ્તે રજુ થશે.

 

ક્રમ તારીખ વાર નાટૂય સંસ્થાનું નામ નાટકનું નામ સમય
૦૬/૧૦/૨૦૨૫ સોમવાર ડાયમંડ સીટી પ્રોડક્શન્સ સુત્રધાર રાત્રે ૦૮:૦૦ કલાકે
૦૭/૧૦/૨૦૨૫ મંગળવાર સંભવ ગૃપ ચાલ જીંદગી જીવી લઈએ રાત્રે ૦૮:૩૦ કલાકે
૦૮/૧૦/૨૦૨૫ બુધવાર બી. બી. બ્રધર્સ પ્રોડક્શન અંતિમ વળાંક રાત્રે ૦૮:૩૦ કલાકે
૦૯/૧૦/૨૦૨૫ ગુરુવાર શ્રી સુરતી લુહાર સમાજના ગોપાળજી મંદિર ટ્રસ્ટ લોચા લાપસી ડોટ કોમ રાત્રે ૦૮:૩૦ કલાકે
૧૦/૧૦/૨૦૨૫ શુક્રવાર અતરંગી એક્શપ્રેશન મનશા રાત્રે ૦૮:૩૦ કલાકે
૧૧/૧૦/૨૦૨૫ શનિવાર કલાસત્વ ઓરેન્જ જ્યુસ રાત્રે ૦૮:૩૦ કલાકે
૧૨/૧૦/૨૦૨૫ રવિવાર વંશાલી થિયેટર ગૃપ “૧૮” કુસુમ વિલા રાત્રે ૦૮:૩૦ કલાકે
૧૩/૧૦/૨૦૨૫ સોમવાર થેસ્પિયન આર્ટસ ભંવર રાત્રે ૦૮:૦૦ કલાકે

 

ઉપરોકત નાટક નિહાળવા માટેના પ્રવેશપાસ રોજે રોજ સરદાર પટેલ સ્મૃતિ ભવન, વરાછા, સુરત ખાતેની બુકીંગ ઓફિસ ખાતેથી સવારે ૧ર.૦૦ કલાકથી વહેલા તે પહેલાના ધોરણે જે-તે દિવસના પાસ પૂર્ણ થાય ત્યાં સુધી મળી શકશે.