Bullet Train Project: Partial restrictions on Cadila Bridge in Ahmedabad for Vehicles

Ahmedabad: The piloting work and segment installation work of the Government of India’s bullet train project from Sabarmati to Vatva in Ahmedabad city is being done by Dinesh Chandra R.Agrawal Infracon Pvt. Ltd., Company. Under this work, the work of installing segments on the pillars on the upper part of the Cadila Bridge will be carried out.

This work is in progress from 6/4/2025. But due to technical reasons and the schedule of the railway on the Cadila Bridge, the said work could not be completed within the time limit. Therefore, this work will be done only during the night period till 15/11/2025.

Traffic diversion will be done as per the details given below during the said work.

Restricted route for vehicle traffic

Out of the three roads on the Cadila Bridge, the BRTS road in the middle will be closed for a period of approximately 600 meters from both ends

Alternative route

1. BRTS buses plying on the Cadila Bridge will be able to use both the adjacent roads during the day.

2. Vehicles plying on the Cadila Bridge during the night will be able to use the roads on both sides alternately. That is, vehicles will ply on the road next to the side on which the work will be ongoing.

અમદાવાદ શહેરમાં ભારત સરકારના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતી થી વટવા સુધીનું પાયલોટીંગનું કામ તથા સેગમેન્ટ લગાવવાનું કામ દિનેશચંદ્ર આર.અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી.,કંપની દ્વારા કરવામાં આવી રહેલ છે. આ કામકાજ અંતર્ગત કેડીલા બ્રિજની ઉપરના ભાગે પીલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૬/૪/૨૦૨૫ થી ચાલુમાં છે. પરંતુ કેડીલાબ્રીજ ઉપર ટેકનીકલ કારણોસર તથા રેલ્વેના શીડ્યુલને કારણે સદર કામગીરી સમય-મર્યાદામાં પુર્ણ થઈ શકેલ નથી. જેથી આ કામગીરી વધુ તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી ફક્ત રાત્રીના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે.

સદરહું કામકાજ દરમિયાન નીચે મુજબની વિગતે ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવનાર છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

કેડીલા બ્રીજ ઉપર આવેલ ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ ઉપયુકત સમયગાળા માટે બંને છેડાથી આશરે ૬૦૦ મીટર જેટલો બંધ રહેનાર છે

વૈકલ્પિક માર્ગ

૧. કેડીલા બ્રીજ ઉપરથી અવર-જવર માટે થતી BRTS બસ દિવસ દરમિયાન બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે.

૨. સદર કેડીલા બ્રીજ ઉપર રાત્રી દરમિયાન અવર-જવર કરતાં વાહનો બંને બાજુ આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે. એટલે કે જે સાઈડનું કામ ચાલુ રહેશે તેની બાજુના રોડ ઉપર વાહન અવર-જવર કરશે.