ગાંધીજીની દાંડીકૂચ સફળ હતી કે પછી….? નગેન્દ્ર વિજયે વિડિયોમાં કર્યું છે સુંદર રહસ્યોદ્ધાટન

ગાંધીનગરઃ ગુજરાતની આખી પેઢીને વિજ્ઞાન અને અસામાન્ય જ્ઞાન વિશે વાંચતા કરનાર સ્કોપ અને સફારી મેગેઝીન્સના પ્રકાશક તંત્રી નગેન્દ્ર વિજયે તેમની યુટયુબ ચેનલ પર મૂકેલા તાજા વિડિયોમાં એ વાત પર પ્રકાશ ફેંક્યો છે કે ગાંધીજીની દાંડી કૂચ હકીકતમાં તેના લક્ષ્યોની પૂર્તિ કરવાના મામલે નિષ્ફળ રહી હતી. મીઠા પરનો વેરો હટાવવા માટે આ કૂચ કાઢવામાં આવી હતી પરંતુ અંગ્રેજો ઝૂક્યા ન હતા અને મીઠા પરનો વેરો તો છેક ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ગાંધીજીના આગ્રહ પર જવાહરલાલ નહેરુએ હટાવ્યો હતો, અને તે પણ એક વિલંબ પછી. આ વિડિયો અહીં બીડયો છે પરંતુ નગેન્દ્રવિજયજીના વધુ વિડિયો તેમની યુટયુબ ચેનલ પર પણ જોઇ શકાશે.