તહેવારોના દિવસો આવી રહ્યા છે, તારીખો નોંધી લો

ગાંધીનગરઃ શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યા છે પરંતુ તે પછી તહેવારો અને પ્રસંગોની મોસમ શરુ થઇ રહી છે. બાવીસમી સપ્ટેમ્બરે શરદીય નવરાત્રિનો પ્રારંભ થશે. આ વખતે નવરાત્રિ નવથી વધુ દિવસ ચાલવાની છે. બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ અને વિજયા દશમીની રજા ભેગી છે. છઠ્ઠી ઓક્ટોબરે શરદ પૂર્ણિમા છે.

સત્તરમી ઓક્ટોબરથી દિવાળી પર્વ શરુ થશે જેમાં સત્તરમીએ વાકબારસ, 18મી ઓક્ટોબર ધનતેરસ, 19એ કાળી ચૌદશ, વીસમી ઓક્ટોબર દિવાળી, બાવીસમી ઓક્ટોબર બેસતું વર્ષ અને ત્રેવીસમીએ ભાઇબીજ છે. છવ્વીસમી ઓક્ટોબરે લાભ પાંચમ અને જ્ઞાન પંચમી છે. 29 ઓક્ટોબરે જલારામ જયંતિ , 30મીએ ગોપાષ્ટમી અને 31મીએ રંગ જયંતિ આવશે.

આમ સપ્ટેમ્બર – ઓક્ટોબર તહેવારોથી ભરપૂર રહેવાના છે. ઉલ્લેખનીય છે કે શાળાઓમાં એકવીસ દિવસની દિવાળીની રજાઓ સોળમી ઓક્ટોબરથી શરુ થશે અને પાંચમી નવેમ્બર સુધી ચાલશે. એટલેકે શાળાઓનું દ્વિતીય સત્ર છઠ્ઠી નવેમ્બરથી શરુ થશે.